અલંકાર એટલે શું ?
સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે.
શબ્દાલંકારના પ્રકાર
(૧) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઇ)
(૨) યમક (શબ્દાનુપ્રાસ)
(૩) આંતરપ્રાસ (પ્રાસસાંકળી)
(૪) અંત્યાનુપ્રાસ
અર્થાલંકારના પ્રકાર
(૧) ઉપમા (૨) ઉત્પ્રેક્ષા
(૩) રૂપક (૪) અનન્વય (૫) વ્યતિરેક (૬) શ્લેષ
(૭) સજીવારોપણ (૮) વ્યાજસ્તુતિ
(૧) વર્ણસગાઇ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ અલંકારઃ—
વાકય કે પંકિતના પ્રારંભે એકનોએક વર્ણ બે કે બે થી વધારે વખત આવી વાકયમાં ચમત્કૃતિ સર્જે ત્યારે.. ..
ઉદાહરણઃ—
૧ નિત્યસેવા,નિત્ય—કીર્તન—ઓચ્છવ નિરખવા નંદકુમાર રે.
૨ જેને ગોવિંદા ગુણ ગાયા રે.
૩ નટવર નિરખ્યા નેન તે…
૪ માડી મીઠી,સ્મિતમધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી.
૫ પુરી કાશી,કાંચી,અવધ,મથુરાને અવર સૌ
(૨) શબ્દાનુપ્રાસ, યમક, ઝટ અલંકારઃ—
જ્યારે વાકયમાં પંકિતમાં એક સરખા ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જય ત્યારે.
ઉદાહરણઃ—
૧ કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો.
૨ જાંબાળા…ખોપાળા…તગડીને ભડી…નેભાવનગર…
૩ હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.
૪ અખાડામાં જવાના મેં ઘણીવાર અ—ખાડા કર્યા.
૫ દીવાનથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર.
(૩) આંતરપ્રાસ, પ્રાસસાંકળીઃ—
પહેલા ચરણના છલ્લો શબ્દનો અને બીજા ચરણના પ્રથમ શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે..
ઉદાહરણઃ—
૧ જતો હતો અંધ થતી નિશામાં,સુગુપ્ત રાજગૃહની દિશામાં.
૨ વિચારનો નેઞ જલે ભરાય છે,શરીરનું ચેતન ત્યાં હરાય છે.
૩ પાનેપાને પોઢી રાત,તળાવ જપ્યું કહેતા વાત.
૪ સામા સામા રહયાં શાભે,વ્યોમ ભોમ બે સોય.
૫ વિદ્યા ભણિયો જેહ,તેહ ઘેર વૈભવ રૂડો.
વિદ્યા ભણિયો જેહ,કામનીકંચન ચૂડો.